અહો કૃપાનિધાન કૃષ્ણ કોટિ વિશ્વકારી છો, ૧/૧

અહો કૃપાનિધાન કૃષ્ણ કોટિ વિશ્વકારી છો,
સુધર્મ સ્થાપનાર્થ ધર્મ ગેહ દેહ ધારી છો,
	અખંડ ચિત્તવૃત્તિમાં અહો પ્રભુ રહો તમે,
	પૂરો અમારી આશ દીનદાસ વંદીએ અમે	...૧
સુરેશ ને ગણેશ શેષ ભાવથી સદા ભજે,
મહેશ તો હંમેશ ધ્યાન ચિત્તથી નહિ તજે,
	અનંત મુક્ત આપ પાસ નેહથી સદા નમે	...પૂરો૦ ૨
	સુભક્તપાળ હે કૃપાળુ કાળનાય કાળ છો,
વિશાળ પુષ્પમાળધારી ધર્મભક્તિ બાળ છો,
તમારી ભક્તિહીન હોય તે ભવાબ્ધિમાં ભમે	...પૂરો૦ ૩
	સમસ્ત રિદ્ધિ સિદ્ધિ કેરી વૃદ્ધિ થાય આપથી,
	સમસ્ત કષ્ટ નષ્ટ થાય આપના પ્રતાપથી,
સજે ન ભક્તિ તે સદા અસંખ્ય સંકટો ખમે	...પૂરો૦ ૪
સુધર્મના કુમાર ધર્મ કેરી ધીંગી ઢાલ છો,
	સમસ્ત વિશ્વમાં વિભો તમે વિહારીલાલ છો,
	અમારી ચિત્તવૃત્તિ આપ મૂરતિ વિષે રમે	...પૂરો૦ ૫
 

મૂળ પદ

અહો કૃપાનિધાન કૃષ્ણ કોટિ વિશ્વકારી છો,

મળતા રાગ

ઢાળ : નમો નમો નિરંજનં (નારાચ છંદ)

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી