આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ. ૧/૧

ફટાણા’૧નું પદ રાગ : ધોળ
(‘‘કાને અકોટા કાચના બોલે નારંગ હો બાઈ સારંગ. એ ઢાળ.)
આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ.
એને સેવે મોટા મુનિ મહામતી-બોલે. ૧
એમાં અકલ તો કાંઈ ઝાઝી નથી-બોલે. શું સમજી વરી કમલા પતિ-બોલે. ૨
આ જગમાં એવું કોઈ ના કરે,-બોલે. આવું નીંદિત દેહ તે ના ધરે.-બોલે. ૩
આ તો માછલા કાચબા થઈ રમ્યા-બાલે .ે આ તો ભંડુ તનુ ધરી વન ભમ્યા-બાલે .ે ૪
એણે સાવજનો દેહ ધારિયો-બોલે. એણે હરણાકંસને મારિયો-બોલે. ૫
એ તો કપટ રૂપ ધરી વામન-બોલે. કીધું બલી રાજાનું પાવન-બોલે. ૬
એણે ફરસી લઈ પૃથ્વી ફરી-બોલે. કીધી એકવીશ વાર નક્ષત્રી-બોલે. ૭
થઈ રામ જગત જસ થાપિયા-બોલે. સુર્પનખાના નાક કાન કાપિયા-બોલે. ૮
હવે જાદવ કુળે જનમિયા-બોલે. મેલી મા બાપને ગોકુળ ગિયા-બોલે. ૯
એ તો ત્યાં જઈને અઢળક ઢળ્યા-બોલે. પહેલા માસી પૂતનાને મળ્યા-બોલે. ૧૦
વળતી કે’તાં થાકાં મન વાણી રે-બોલે. એમની કીર્તિ વ્યાસે વખાણી રે-બોલે. ૧૧

એ તો સર્વે ગુણના ભરિયા રે-બોલે. પ્રેમાનંદે અંતરમાં ધરિયા રે-બોલે. ૧૨ 

મૂળ પદ

આ જાદવ કુળના અધિપતિ બોલે માધવ હો બાઈ જાદવ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી