પ્રાતઃ સ્મરામિ વૃષપુત્ર-પદારવિન્દં ૧/૧

 

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્
શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી (વસંતતિલકા વૃત્તમ્)
પ્રાતઃ સ્મરામિ વૃષપુત્ર-પદારવિન્દં
  પાપૌઘ-પાપિજનપાતક-પુંજદાહમ્ ।
મુક્તૈર્ મહામુનિગણૈર્ મહનીયમાદ્યં
  સત્સંગિનાં પરમમંગલમાર્તિનાશમ્ ॥૧॥

પ્રાતઃ સ્મરામિ સુખશાન્તિનિદાનહેતું
  કલ્યાણકારિ-ગુણસાગર-દિવ્યરૂપમ્ ।
સ્વાનેક – જન્મસુકૃતૈ – રવલોકનીયં
  શ્રીધર્મપુત્ર - પદમાત્મનિ સન્દધામિ ॥૨॥

પ્રાતર્ભજામિ ભજનીય-ભવાબ્ધિસેતું
  સંસારિણાં સકલવિઘ્ન-વિનાશદક્ષમ્ ।
વેદાન્તવેદ્ય – શુભષોડશ – ચિન્હલક્ષ્યં
  ધ્યાયામિ ધર્મતનયાંઘ્રિયુગં ધિયાહમ્ ॥૩॥

પ્રાતર્ભજામિ ભવભીતિહરં વરેણ્યં
  ધ્યાનાસનાદિ-નિયમૈશ્ચ વિના સમાધિમ્ ।
પાપાત્મનાં સુકૃતિના – મપિકારયન્તં
  તં નૌમિ ધર્મતનયં શિરસા પ્રણમ્ય ॥૪॥

પ્રાતર્નમામિ શિરસા નિગમૈક-ગમ્યં
  બ્રહ્મેન્દ્રશર્વ – વિબુધાદિભિરપ્યગમ્યમ્ ।
ઉત્પત્તિ - સંસ્થિતિલયાદિ – નિદાનમેકં
  સંચિન્તયામિ સતતં હરિકૃષ્ણદેવમ્ ॥૫॥

પ્રાતર્ નમામ્યમિત-દુષ્ટનિબર્હણાય
  સદ્ધર્મમર્મ – પરિપાલન – કારણાય ।
બ્રાહ્મણ્ય – વેદપથ – ગોસદનુગ્રહાય
  પ્રાદુર્બભૂવ ભુવિ ભક્તિવૃષાંગતોઽસૌ ॥૬॥

પ્રાતર્ નમામિ નમનીય-નિજૈકધામ્નો
  દુર્વાસસા વિહિતશાપ – નિદાનમેત્ય ।
ઘોરે કલૌ વિષયિ પામર – જીવજાતં
  મુક્તૈઃ સમં સમકરોદવતીર્ય યસ્તમ્ ॥૭॥

પ્રાતર્ નમન્તિ પુલકાંકિત-સર્વગાત્રાઃ
  પ્રેમ્ણા સદૈકમનસા – ચલચેતસા યે ।
ધ્યાત્વા સ્વકીયહૃદયે હરિકૃષ્ણમૂર્તિં
  તે યાન્તિ ધામ વિશદં ક્ષરભાવશૂન્યમ્ ॥૮॥)

પ્રાતર્ વિહાય શયનં સ્થિરચેતસા યઃ
  શ્લોકાષ્ટકં પઠતિ નિત્યમનન્યભક્ત્યા ।
સ્તોત્રં સ્વમંગલકરં ગિરિજાશિવોકતં
  પુણ્યાહમેતિ નિખિલં નહિ તસ્ય વિઘ્નઃ ॥૯॥

 

 

મૂળ પદ

પ્રાતઃ સ્મરામિ વૃષપુત્ર-પદારવિન્દં

રચયિતા

ગિરિજાશંકર શાસ્ત્રી

કીર્તનનો અર્થ

પાપના ઓઘ એવા પાપીજનોનાં પાપના મોટા પૂંજને બાળનાર, મુક્તગણ અને મહામુનિઓનાં વૃંદ વડે પૂજવા યોગ્ય, સત્સંગીઓનાં દુઃખનો નાશ કરનારા અને તેમનું પરમ કલ્યાણ કરનારા શ્રીધર્મપુત્રના કમળ જેવા (કોમળ) ચરણોનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું. (૧) હે કલ્યાણકારી ગુણોના સાગર! સુખ-શાંતિનું મૂળ કારણ, અને દિવ્ય રૂપવાળા એવા આપનું હું પ્રાતઃકાળે સ્મરણ કરું છું. પોતાના અનેક જન્મોનાં સુકૃત્યોથી જે જોઈ શકાય - પામી શકાય છે એવા શ્રીધર્મપુત્રનાં ચરણકમળને હું મારા આત્મામાં ધારણ કરું છું. (ર) હે ભજવા યોગ્ય! પ્રાતઃકાળમાં આપને ભજું છું. તેમ જ સંસાર-સાગરમાં સેતુ સમાન, સંસારીજનોનાં સકળ વિઘ્નોને દૂર કરવામાં કુશળ, વેદ-વેદાંતે વર્ણવેલા સોળ ચિહ્નોથી અંકિત એવા શ્રીધર્મપુત્રના ચરણયુગલનું હું શુભ બુદ્ધિથી ધ્યાન ધરું છું. (૩) જન્મમરણના ભયને હરનાર, અને શ્રેષ્ઠ એવા શ્રીધર્મપુત્રને હું પ્રાતઃકાળે ભજું છું. પાપીજનોને તેમ જ પુણ્યશાળીઓને પણ ધ્યાન-આસન વગેરે નિયમો વગર સમાધિ કરાવતા એવા તે શ્રીધર્મપુત્રને હું શિર નમાવી વંદું છું. (૪) પ્રાતઃકાળમાં હું આપને મસ્તક નમાવી નમન કરું છું. વેદોથી જ જાણવા યોગ્ય એવા, અને બ્રહ્મા, ઇન્દ્ર, શંકર આદિ દેવતાઓને પણ અગમ્ય એવા, અને ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારાદિના કારણભૂત, એક અને અદ્વિતીય એવા શ્રીહરિકૃષ્ણ મહારાજનું હું નિરંતર ચિંતવન કરું છું. (૫) અસંખ્યાત અસુરોનો સંહાર કરવા, સદ્ધર્મના મર્મનું (તત્ત્વનું) પાલન કરવા અને બ્રાહ્મણત્વ, વૈદિક ધર્મમાર્ગ, ગાયો તથા સંતો ઉપર અનુગ્રહ કરવા માટે જેમણે ભક્તિધર્મના અંગ થકી (પુત્રરૂપે) આ ભૂમિ પર અવતાર ધારણ કર્યો છે તેવા આપને હું પ્રાતઃકાળમાં નમસ્કાર કરું છું. (૬) હે નમનીય! દુર્વાસા વડે અપાયેલા શાપરૂપી નિમિત્તને સ્વીકારીને પોતાના એકમાત્ર અક્ષરધામથી આ ઘોર કલિયુગમાં અવતરીને જેમણે વિષયી અને પામર જીવોના સમૂહને મુક્તોની સમાન કરી મૂક્યા એવા તે શ્રીહરિને હું પ્રાતઃકાળમાં નમસ્કાર કરું છું. (૭) પ્રભાતના પહોરમાં રોમાંચિત ગાત્રે પ્રેમથી અને એકાગ્ર મન વડે, અચળ ચિત્ત પૂર્વક જે ભક્તો પોતાના હૃદયમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ ધારીને તેમને ભાવપૂર્વક નમસ્કાર કરે છે, તે માયિક-ક્ષર ભાવથી રહિત અને વિશુદ્ધ એવા અક્ષરધામમાં જાય છે. (૮) પ્રાતઃકાળમાં શયનનો ત્યાગ કરી સ્થિર મનથી, અનન્ય ભક્તિભાવથી, ગિરિજાશંકરે બનાવેલા આ મંગલકારી શ્લોકાષ્ટકનો જે પાઠ કરે છે, તે સંપૂર્ણ પુણ્યમય દિનને પામે છે, અર્થાત્ તે સદાય પુણ્યભાગી બને છે. (અર્થાત્ તેનો દિવસ પુણ્યકર્મમય જ વીતે છે.) અને તેને કોઈ વિઘ્ન નડતું નથી. (૯)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0