શ્રીધર્મ સદ્મન્યવતીર્ય વિષ્ણુ ૧/૧

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્
સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી (ઇન્દ્રવજ્રા-ઉપજાતિ વૃત્તમ્)
શ્રીધર્મ સદ્મન્યવતીર્ય વિષ્ણુ –
  ર્યો વાસુદેવો હરિકૃષ્ણ ઈશઃ ।
શ્રીનીલકંઠોઽત્ર પુનાતિ મર્ત્યાન્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૧॥

યસ્ય સ્વરૂપે તિલ-લક્ષણાનિ
  સ્વભક્તચેતાંસિ હરન્તિ યદ્વત્ ।
અયાંસિ ચાકર્ષમણિ – પ્રવેકા
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૨॥

યસ્યાક્ષરે ધામનિ યત્પ્રસક્તાઃ
  ક્રીડન્તિ દિવ્યેઽક્ષર-સંજ્ઞમુક્તાઃ ।
સમ્રાટ્ તનૂજા ઇવ સર્વમાન્યા
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૩॥

યસ્યાસ્યપદ્મેઽદ્‌ભુતભૂરિ શોભે
  વસન્તિ નેત્રભ્રમરા જનાનામ્ ।
હંસા યથા માનસ – પદ્મવૃન્દે
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૪॥

યઃ પોષયત્યત્ર નિજાન્ સ્વકીય-
  જ્ઞાનોપદેશેન સુધોપમેન ।
વત્સાન્ સુશીલા પયસા યથા ગૌર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૫॥

પાખંડધર્મા હ્યુદયેન યસ્ય
  શાક્તા વ્યલીયન્ત યથોદિતેઽર્કે ।
ઘૂકા વૃષદ્વેષિણ એવ ચાન્યે
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૬॥

યત્પાદ - પદ્મેઽક્ષરમુક્ત – ચેતો
  ભૃંગા રમન્તે સરસીવ મીનાઃ ।
આસેવ્યમાને ભુવિ ભૂરિભક્તૈર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૭॥

યદીય – સૌન્દર્ય – ગુણાદિપારં
  શેષાદયો યાન્તિ ન યસ્ય ભક્તાઃ ।
વાંછન્તિ નાપ્યક્ષર-સૌખ્યમન્તર્
  ધ્યાયે હરિં તં હૃદિ ધર્મપુત્રમ્ ॥૮॥

મૂળ પદ

શ્રીધર્મ સદ્મન્યવતીર્ય વિષ્ણુ

રચયિતા

ગોપાળાનંદ સ્વામી

કીર્તનનો અર્થ

ધર્મના ઘરમાં અવતાર લઈને, વિષ્ણુ રૂપે, વાસુદેવ રૂપે, હરિકૃષ્ણ રૂપે તેમ જ નીલકંઠ રૂપે પ્રસિદ્ધિ પામેલા, વળી જે આ લોકમાં મનુષ્યોને પવિત્ર કરે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૧)

ઉત્તમ લોહચુંબક (પોતાની શક્તિ વડે) જેમ બીજા લોખંડને ખેંચી લે છે, તેમ જેના સ્વરૂપમાં વિરાજતાં તિલાદિ લક્ષણો પોતાના ભક્તોનાં ચિત્તને હરી લે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૨)

સર્વથી માનનીય એવા ચક્રવર્તીના યુવરાજોની જેમ જે શ્રીહરિના દિવ્ય અક્ષરધામમાં અને જે શ્રીહરિની મૂર્તિમાં અત્યંત આસક્ત એવા અક્ષરમુક્તો રમણ કરે છે, એ ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૩)

માનસ સરોવરનાં કમળોનાં વૃન્દમાં જેમ હંસો રહે છે તેમ જે ભગવાનના અત્યંત આશ્ચર્યકારક તેમ જ અત્યંત શોભાયમાન એવા મુખકમળ ઉપર ભક્તોના નેત્રરૂપી ભમરાઓ વસે છે એ ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૪)

જેવી રીતે સુંદર સ્વભાવવાળી ગાય પોતાના દૂધ વડે પોતાનાં વાછરડાંઓને પોષે છે, તેવી રીતે આ લોકમાં અમૃત જેવા પોતાના જ્ઞાનોપદેશ વડે જે ભક્તોને હંમેશાં પોષે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૫)

જેમ સૂર્યના દ્વેષી ઘુવડો સૂર્યોદય થયે છતે આંધળા થઈ જાય છે, તેમ જેના જન્મથી ધર્મના વિરોધી પાખંડીઓ અને શક્તિપંથો નાશ પામી ગયા એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૬)

જેમ સરોવરમાં માછલીઓ રમે છે તેમ આ પૃથ્વી ઉપર અનેક ભક્તોથી સેવન કરાતા જેમનાં ચરણકમળમાં અક્ષરમુક્તોના મનરૂપી ભમરાઓ રમે છે એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૭)

જે ભગવાનના સૌંદર્યાદિ ગુણોના પારને શેષનાગ વગેરે પણ પામતા નથી, એટલા જ માટે જે ભગવાનના ભક્તો અક્ષરધામના સુખને પણ ચાહતા નથી એવા ધર્મપુત્ર શ્રીહરિનું હું મારા હૃદયમાં ધ્યાન ધરું છું. (૮)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
અજાણ (ગાયક )
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
1