મહાતેજઃપુંજસ્ફુરદમલસિંહાસનવરે ૧/૧

મહાતેજઃપુંજસ્ફુરદમલસિંહાસનવરે,
સ્થિતં સર્વાધીશં નખકિરણવિદ્યોતિતસભમ્ |
સિતચ્છત્રં પાર્શ્વસ્ફુરદમલસચ્ચામરચુગં,
ભૃશં ધન્યો લબ્ધવા નયનપથિ નારાયણમહમ્   ||૧||
હસદ્વકત્રામ્ભોજં ચપલનયનાલોકિતજનં,
લસન્મુક્તાહારં વિવિધકુસુમાપીડમુકુટમ્ ।
પ્રચઞ્યત્પ્રાવારં ચરણવિલસન્નૂપુરમિદં,
હરે રૂપં નિત્યં મમ મનસિ સમ્યક સ્ફુરતુ તે       ||૨||
દ્રઢં વિશ્વાસો મે તવ ચરણપદ્માશ્રિતજનો,
ભવામ્ભોધે: પારં વ્રજતિ સહસા ત્વત્કરુણયા 1
ત્વમેવૈકઃસ્વામી સકલજગતામિત્યપિ હરે,
વિદિત્વા પાદૌ તે દ્રઢતરમહં હ્યાશ્રયમિમેો         ||૩||
ન જાને શાસ્ત્રાણાં વિવિધમતસન્નિર્ણયમહં,
પુરાણવ્રાતાનામપિ ચ બહુ કલ્પાશ્રિતકથાઃ ।
ન વા દેવર્ષીણાં પૃથગિહ મનોરંજનવિધિં,
પરં જાને સ્વામિન્ ! ભ્રમણહરણં તેડત્ર શરણમ્  ||૪||
તપો નોગ્રં તપ્તં વ્રતનિયમદાનાનિ ચ મયા,
ન ચેષ્ટાપૂર્તં શ્રવણમનનાભ્યાસદ્રઢતા I
ન ચીર્ણાન્યાપ્તું ત્વામિહ તદપિ યસ્ત્વં દ્રશિ ગતો,
ન જાને તદ્ધેતું ત્વદતિતરકારુણ્યત ઋતે            ||૫||
ભૂશં પાપવ્રાતૈર્મદનમદમાનાદિભિરપિ,
પ્રભો ! ગ્રસ્તસ્યાલં તવ ચરણપદ્મેક્ષણમિદમ્ ।
કથઙ્કારં મે સ્યાદ્યદિ ન પુરુકારુણ્યપદવીં,
શ્રયેથા નાથ ત્વં ત્વયિ હિ તદિદં કેવલમહો         ||૬||
બલં નો મે બુદ્ધેર્ન ચ સુદ્રઢવેરાગ્યવિલસન્,
નિજાત્મજ્ઞાનસ્ય પ્રચુરનિયમાનામપિ હરે !
વિમોકતું સંસારાન્નિરતિશયમેકં હિ બિરુદં,
વિલોકય સ્વીયં માં ભવજલનિદ્ધેરુદ્ધર નિજમ્     ||૭||
ન જાને ધર્માણામતિગહનકર્તવ્યસરણિં,
ન શાસ્ત્ર મન્ત્રાણાં ન ચ વિવિધતન્ત્રાગમવિધિમ્ ।
ન વા ભક્તૈઃ કૃત્યં તવ ચરણપદ્માર્ચનવિધિં,
તતો વન્દે દીનસ્તવ પદયુગં દણ્ડવદહમ્              ||૮||
ઈતિ શ્રીસત્સંગિજીવને શ્રીદીનાનાથકૃત નારાયણસ્તવનાષ્ટકમ્
 

 

મૂળ પદ

મહાતેજઃપુંજસ્ફુરદમલસિંહાસનવરે

રચયિતા

દીનાનાથ ભટ્ટ

કીર્તનનો અર્થ

મહાન્ તેજના પુંજને મધ્ય ચમકતા, નિર્મળ ઉજ્જવળ સિંહાસન ઉર વિરાજમાન થયેલા, અક્ષર, માયા, કાલ આદિના અધિપતિ, પોતાના નખચંદ્રના કિરણોથી સભાજનોને પ્રકાશિત કરનારા અને મસ્તક ઉપર શ્વેત છત્રને તથા બન્ને પડખે ચમકતા ઉજજવળ સર્વોત્તમ બે ચામરોને ધારણ કરી રહેલા એવા આપ શ્રીનારાયણમુનિને હું મારા નેત્રગોચર પામીને અત્યંત ધન્ય થયો છું.૧
જેનું મુખ કમળ પ્રસન્નતાથી હસી રહ્યું છે, ચપળ નેત્રોથી પોતાના ભક્તજનોને દેખી રહેલું, સુશોભિત મોતીના હારોને ધારી રહેલું, જાત જાતના ફૂલોના તોરાને તથા મસ્તકે મુકુટને ધારી રહેલું, જેણે ઓઢેલો ખેસ ચળકી રહ્યો છે અને ચરણોમાં સુંદર ઝાંઝર શોભી રહ્યા છે, આવું આપનું સ્વરૂપ, હે હરે ! મારા મનમાં કાયમ સ્ફુરણાયમાન રહે. ર
હે હરે ! આપનાં ચરણકમળનો આશ્રિત મનુષ્ય સંસારરૂપી સાગરના પારને આપની દયાથી તત્કાળ જ પામી જાય છે, મારા મનમાં આવો દઢ વિશ્વાસ છે. સમગ્ર જગતના સ્વામી આપ એક જ છો, આવું ચોક્કસ સમજીને આપના આ બન્ને ચરણોને હું ખૂબ જ દંઢભાવથી આશરીને રહ્યો છું. ૩
હે સ્વામિન ! મીમાંસા આદિ છ શાસ્ત્રોના વિવિધ મતોના નિર્ણયને હું જાણતો નથી. અનેક પુરાણ સમુદાયમાં ઘણી પાદ્મ તથા બ્રાહ્મ આદિ કલ્પોમાં રહેલી વિવિધ કથાઓને જાણતો નથી. વળી અનેક દેવો અને ઋષિઓનાં મનને રાજી કરવાના વિધિને પણ જાણતો નથી. પરંતુ હું એટલું જાણું છું કે આપનો આશરો લખચોરાશીના ભટકણનો નાશ કરે છે. ૪
હે ભગવાન્ આ લોકમાં આપને મેળવવા મેં ઉગ્ર તપશ્ચર્યા નથી કરી. કૃચ્છ્રાદિ વ્રતો, અહિંસાદિ નિયમો આચર્યો નથી અને ભૂમિ આદિ વિવિધ પ્રકારના દાન પણ કર્યા નથી તેમજ કોઈ યજ્ઞયાગ આદિ કે વાવ-કૂવા તળાવ આદિ પુણ્ય કર્મ કર્યા નથી, વળી મેં શાસ્ત્રોનું શ્રવણ-મનન કે તેના સિદ્ધાંતોના અભ્યાસની દૃઢતા પણ કરી નથી. છતાં આપ મારી દૃષ્ટિગોચર થયા છો, તેનું કારણ તો આપની ઘણી મહાન્ કરુણા જ છે, પણ તે સિવાય બીજું કોઈ કારણ હું માનતો નથી.પ
હે પ્રભો ! વિવિધ પ્રકારના પાપના પુંજોથી તથા કામ, ગર્વ અને માન આદિથી પણ હું એકદમ ઘેરાઈ ગયેલો છું. એટલે જો આપ અપાર કરુણાને ન આશરો તો મને આપના આ ચરણકમળનાં દર્શન ક્યાંથી થાય હે નાથ ! આપમાં રહેલી અપાર કરુણા પણ આશ્ચર્યરૂપ છે. ૬
હે હરે ! જન્મ મરણરૂપ સંસાર સાગરથી છૂટવા માટે મારામાં બુદ્ધિ બળ નથી, તેમજ અત્યંત દંઢ વૈરાગ્યથી વિરાજતી આત્મનિષ્ઠાનું બળ પણ નથી, માટે આપ શરણાગતિનો ઉદ્ધાર કરવાનું પોતાનું બિરુદ વિચારીને પોતાના ભક્તનો - મારો સંસારસાગરથી ઉદ્ધાર કરો. ૭

હે પ્રભુ ! હું ધાર્મિક સદાચારની અત્યંત દુબોંધ ક્રિયા પદ્ધતિને જાણતો નથી. મંત્રોના શાસ્ત્રને પણ જાણતો નથી, તેમજ અનેક પંચરાત્રના આગમોમાં કહેલા વિધિવિધાનોને પણ જાણતો નથી. વળી ભક્તોએ કરવા યોગ્ય આપનાં ચરણકમળના પૂજાવિધિને પણ હું જાણતો નથી. તેથીજ દીન એવો દીનાનાથ હું આપનાં બને ચરણોમાં દંડવત્ પ્રણામ કરૂં છું. ૮
 

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0