પ્રેમવતી અતિ પ્રિત કરીને, શ્યામ સુંદરને જગાવે રે ૧/૪

પ્રેમવતી અતિ પ્રીત કરીને, શ્યામ સુંદરને જગાવે રે;
	વારે વારે ઘનશ્યામ કહીને, હેત ઘણેથી બોલાવે રે	...પ્રેમ૦ ૧
પ્રાણજીવન પુરુષોત્તમ પ્યારા, ઉઠોને આળસ જાવે રે;
	પંખી બોલે પાડોશણ જાગી, ગુણ તમારા ગાવે રે	...પ્રેમ૦ ૨
સુખકારી શંકર આવી ઊભા, દ્વારે તે ડમરું બજાવે રે;
	નારદ નૌતમ વિણા લઈને, થેઈ થેઈ પાવ નચાવે રે	...પ્રેમ૦ ૩
સખા તમારા તમને મળવા, આતુર અંતરે બહુ થાવે રે;
	દાસ બદ્રિનાથ કહે કર જોડી, દર્શન દ્યો દુ:ખ જાવે રે...પ્રેમ૦ ૪
 

મૂળ પદ

પ્રેમવતી અતિ પ્રીત કરીને, શ્યામ સુંદરને જગાવે રે

મળતા રાગ

ભૈરવી

રચયિતા

બદ્રીનાથદાસ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
થયું સવાર
Studio
Audio
0
0