આજ અવસર આવ્યો, અતિ અણમૂલો ૭/૮

આજ અવસર આવ્યો, અતિ અણમૂલો;
	ભજો હરિને ભાવે, માયાને ભૂલો રાજ...આજ૦ ૧
સર્વે અવતારો જેની, સ્તુતિ કરે છે;
	અક્ષરમુક્તો જેનું, ધ્યાન ધરે છે રાજ...આજ૦ ૨
એવા સર્વોપરિ, સ્વામિનારાયણ;
	અન્યને મૂકી થાવું, હરિ પરાયણ રાજ...આજ૦ ૩
ફરી ફરીને આવો, ન મળે અવસર;
	સર્વોપરિને ભજો, તજી અવર રાજ...આજ૦ ૪
જ્ઞાનજીવન કહે, જાણી લ્યો આજ;
	સર્વોપરીનું છે, સર્વત્ર રાજ રાજ...આજ૦ ૫
 

મૂળ પદ

પૂર્ણ પુરુષોત્તમ પોતે, આ ફેરે

મળતા રાગ

અક્ષરના વાસી વાલો આવ્યા અવની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૮, શનિવાર, તા.૦૩/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે પૂજા કરતી વખતે

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી