આત્યંતિક મોક્ષ દેવાને કાજ; અક્ષરધામથી આવ્યા મહારાજ ૪/૧૦

આત્યંતિક મોક્ષ દેવાને કાજ;
અક્ષરધામથી આવ્યા મહારાજ;
	સંગે લાવ્યા છે નિજ મહામુક્ત રાજ...અક્ષર૦ ટેક.
હેતુઓ છ લઈને ધામથી આવ્યા;
ફૂટલા બ્રહ્માંડના જીવો સહુ ફાવ્યા;
	થઈ ગયા આજ એમાં બહુનાં કાજ...અક્ષર૦ ૧
જેવા તેવાને પણ યોગ થઈ ગયો;
મહામાયા પાર જીવ એનોય થયો;
	એવાં સર્વોપરી કર્યાં છે કાજ...અક્ષર૦ ૨
જ્ઞાનજીવન કહે હાલોને સર્વ;
પ્રગટને ભજો સહુ તજી નિજ ગર્વ;
	ક્યાંથી મળે રે આવા અવતારી આજ...અક્ષર૦ ૩
 

મૂળ પદ

ક્યાંથી મળે આવા ક્યાંથી મળે રે; પૂર્ણ પુરુષોત્તમ ક્યાંથી મળે રે

મળતા રાગ

વાલા તારો વિશ્વાસ મારો છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી