અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ; સર્વે જીવોનાં તે કરે છે કાજ  ૧૦/૧૦

અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ;
સર્વે જીવોનાં તે કરે છે કાજ;
	હૈયાના હાર હરિ પ્યારા મહારાજ...સર્વે૦ ટેક.
હરિનો મહિમા બહુ છે મોટો;
જડે નહિ એનો ગોતતા જોટો;
	માહાત્મ્ય જ્ઞાન દૃઢ કરવું આજ...સર્વે૦ ૧
હરિનું માહાત્મ્ય સહુથી મોંઘું;
એની આગળ બીજું સર્વે છે સોંઘું;
	મહિમા જેવું નથી કોઈ સુખસાજ...સર્વે૦ ૨
જ્ઞાનજીવન કહે હરિને ભજવા;
માયિક પંચ વિષયને તજવા;
	હરિના મહિમાથી થશે તે કાજ...સર્વે૦ ૩
 

મૂળ પદ

ક્યાંથી મળે આવા ક્યાંથી મળે રે; પૂર્ણ પુરુષોત્તમ ક્યાંથી મળે રે

મળતા રાગ

વાલા તારો વિશ્વાસ મારો છે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૦, તા.૦૫/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૭:૫૫

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી