પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તુ છો હાર ઓ મને સુખ દેનાર, તને પ્રેમ કરૂં સદાય ૧/૧

પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તું છો હાર,
ઓ મને સુખ દેનાર, તને પ્રેમ કરૂં સદાય...ટેક.
આંખોમાં તમને રાખું હરખાઇ (૨)
ભેટુ ચુમું તને (૨) છાતીએ લગાઇ (૨)
તમને, વાર-વાર સજીને, શણગાર
આપું, સુખ અપાર, તને પ્રેમ કરૂં સદાય...પ્રીતમ૦ ૧
માધુરી મૂર્તિ તારી સુખદાઇ (૨)
સુખ તારૂ મને (૨) રોમે રોમ થાઇ (૨)
ધારવા, મનમોજાર તમને, એકતાર
કર્યો છે મેં, નિરધાર, તને પ્રેમ કરૂં સદાય...પ્રીતમ૦ ૨
જ્ઞાનસખી તુને સદા છે સોંપાઇ (૨)
હક તારો સર્વે (૨) મારો નહિ કાંઇ (૨)
લઇલે, તુજ મોજાર નથી મારે, રેવું બા'ર
થાવું મારે, તુજ આકાર, તને પ્રેમ કરૂં સદાય..પ્રીતમ૦ ૩

મૂળ પદ

પ્રીતમ પ્રાણઆધાર, હૈયાનો તું છો હાર

મળતા રાગ

આજા આઇ બહાર

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી