અહો ! અહો ! અલૌકિક મૂર્તિ રે, મારા હરિકૃષ્ણ મહારાજ ૬/૬

અહો ! અહો ! અલૌકિક મૂર્તિ રે, મારા હરિકૃષ્ણ મહારાજ;
			તમે રાજાધિરાજ બહુ શોભતા રે...૧
	જોઈ શણગાર શ્રીજીમહારાજના રે,
			થાય કોટિનાં કલ્યાણ આજ...તમે રાજા૦ ૨
	ચડયા તુલસી હરિ તવ ચરણે રે,
			એનાં પુણ્યતણો નહિ પાર...તમે રાજા૦ ૩
	રૂડું ચંદન લેપાણું હરિ અંગમાં રે,
			એ તો શોભી રહ્યું છે અપાર...તમે રાજા૦ ૪
	કાને ફૂલોના ગુચ્છ હૈયે હારલા રે,
			હાથે ગજરો તમારે સુખદાય...તમે રાજા૦ ૫
	ડાબે હાથે અભયવર આપતા રે,
			અભયચક્ર શોભે છે ત્યાંય...તમે રાજા૦ ૬
	કાંડે કનક કડાં કમનીય છે રે,
			પગે ઝાંઝર તણો ઝણકાર...તમે રાજા૦ ૭
	જ્ઞાનજીવન કહે આવી મૂરતિ રે,
			ધ્યાન ધરતાં થાય બહુ પ્યાર...તમે રાજા૦ ૮
 

મૂળ પદ

મને વાલા લાગો છો ઘનશ્યામજી

મળતા રાગ

કર પ્રભુ સંગાથે દૃઢ પ્રીતડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

નોન સ્ટોપ કીર્તન વિગત

મહિમા-ઉપાંગ ધ્યાન

ઉત્પત્તિ

ઇ.સ.૨૦૦૯, વડતાલ, ગાદીવાળા મેડે આસને

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી