પિયુડા...પ્યારું તારું રૂપ છે (૨),પ્યારું તારું રૂપ છે ૧/૧

પિયુડા...પ્યારું તારું રૂપ છે (૨)
		પ્યારું તારું રૂપ છે (૨)...પિયુડા૦ ટેક.
મંદમંદ હસતું, મુખડું તારું, ચૂંબી લેવાનું મન થાય છે (૨)
આંખડી જોતાં, હૈયું મારું, ધડકન ચૂકી જાય છે (૨)
	લાલ રૂપાળા હોઠ રસાળા, અનુપમ ગોરા ગાલ છે...૧
ગુલાબી રંગના, વાઘા તમારા, જોઈને મન લલચાય છે (૨)
સુરવાળ જામો, પાઘ મનોહર, છોગલે મન ચાંટી જાય છે (૨)
	આવે હીંસોરા જોઈ તારા તોરા, મૂર્તિમાં મનડું ફસાય છે...૨
ડાબા હાથમાં, અભય પદ્મ, જમણે ગજરો સોહાય છે (૨)
કંઠે રૂડા, હાર શોભે છે, જોતાં હેત બહુ થાય છે (૨)
	જ્ઞાનજીવન કહે ચરણ તમારાં, જોતાં જ રહી જવાય છે...૩
 

મૂળ પદ

પિયુડા...પ્યારું તારું રૂપ

મળતા રાગ

મનવા...હરિના ગુણ ગાઈ લે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0