વાલા ઘનશ્યામ, વાલા ઘનશ્યામ ૧/૧

વાલા ઘનશ્યામ, વાલા ઘનશ્યામ,
		હૈયામાં સંભારું તમને મહા સુખધામ;
		વાસ કરી રહો મારે હૈયે આઠો જામ...ટેક.
	પ્યારું પ્યારું રૂપ તારું શોભાનો સાગર;
		ચાલે નહિ હવે મારે તમારા વગર...વાલા૦ ૧
	લાલ તારા વાઘામાંહી લીલેરી છે ભાત;
		અનુપમ વેશ તારો શું કહું તેની વાત...વાલા૦ ૨
	કરમાં શોભે છે છડી હૈયે રૂડો હાર;
		કંઠમાં શોભે છે કંઠો કુંડળ મયુરાકાર...વાલા૦ ૩
	કેડયમાં કંદોરો શોભે શોભે રૂડો ખેસ;
		મોહી જાય મન મારું એવો તારો વેશ...વાલા૦ ૪
	ચરણ રૂપાળાં પ્યારા ઝાંઝર સુખસાર;
		પાઘડી અનોખી દેખી થાય મને પ્યાર...વાલા૦ ૫
	રૂડી તારી આંખો ભાલ નમણું છે નાક;
		જ્ઞાન જોતાં ગયો મારો ભવો ભવનો થાક...વાલા૦ ૬
 

મૂળ પદ

વાલા ઘનશ્યામ, વાલા ઘનશ્યામ

મળતા રાગ

આવો મહારાજ આવો મહારાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0