મંગળા દર્શન મંગલકારી, મૂર્તિ લાગે છે મને પ્યારી રે ૧/૧

મંગળા દર્શન મંગલકારી, મૂર્તિ લાગે છે મને પ્યારી રે;
	હે ઘનશ્યામ અતિ સોહામણા, અંગોઅંગ સુખકારી રે૦ ૧
છાતી છે સુંદર હાથ મનોહર, સ્તન છે જોયાં જેવાં રે;
	રૂડું રૂપાળું પેટ રસાળું, તલસે મન બકી લેવા રે૦ ૨
વાહ તારી ધોતી રહી હું તો જોતી, કહિ નવ શકે કવિ રે;
	પળ પળ તારી મૂર્તિ માધુરી, જોવા મળે છે નવી નવી રે૦ ૩
રૂપ બદલો છો રંગ બદલો છો, મન અમારાં હરવાં રે;
	અમને દર્શન દેવાં વાલીડા, ગોળ ગોળ લાગો છો ફરવા રે૦ ૪
વાહ તારી ભેટ વાલા અતિશે શોભાળી, જોતાં જ છે સુખકારી રે;
	જ્ઞાનજીવન કહે મન લલચાય છે, ભેટવા હરિ અવતારી રે૦ ૫
 

મૂળ પદ

મંગળા દર્શન મંગલકારી

મળતા રાગ

દાદાને દરબાર પોઢયા છે વાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
માધુરી મૂર્તિ
Studio
Audio & Video
0
0