ગુલાબી વાઘા તારા પ્યારા, લીલુડા ખેસે શોભો સારા ૧/૧

ગુલાબી વાઘા તારા પ્યારા, લીલુડા ખેસે શોભો સારા...ટેક.
પાઘ રૂપાળી વાલા જોયા કરું છું,
કલગી તોરા ને છોગું હૈયે ધરું છું,
	મુખ તારું ચૂમું પિયા, જાણી ધણી મારા...ગુલાબી૦ ૧
કાને લટકણિયાં તારાં હાય ચિત્ત ચોરે,
મનડું મારું તો લીધું પિયા તેં તો જોરે,
	હૈયા પર હાર રૂડા, સુખના દેનારા...ગુલાબી૦ ૨
હાથ હથેળી તારી રૂડી રેખાળી,
જ્ઞાનસખી ગાંડી થઈ વાલા તુને ભાળી,
	રહ્યું નથી જાતું મારે, તુજ વિના પ્યારા...ગુલાબી૦ ૩
 

મૂળ પદ

ગુલાબી વાઘા તારા પ્યારા

મળતા રાગ

દર્શન દેવાને વહેલા આવજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ

Studio
Audio & Video
0
0