જોયા કરું સદાય, જોયા કરું સદાય ૧/૧

જોયા કરું સદાય, જોયા કરું સદાય;
મૂર્તિ તારી પ્યારી પ્યારી, દર્શન ક્યાંથી થાય;
	શ્યામ વાઘે સોહાય, શ્યામ વાઘે સોહાય;
	મૂર્તિ તારી જોતાં મારો, જીવ ના ધરાય...ટેક.
જોઈને સલૂણી છબી, સુખ બહુ આવે;
ફૂલ કેરા હારને, પિયુડો સોહાવે;
	હાથે પદ્મ ગજરો સોહે, વર્ણવ્યો ન જાય...જોયા કરું૦ ૧
કેડયે કંદોરો તારો, લાગે પ્યારો પ્યારો;
સોના કેરો હાર સારો, કંઠે કંઠો છે ન્યારો;
	પગે પોંચા તોડા પ્યારા, જોઈને સુખ થાય...જોયા કરું૦ ૨
ફેરફદુડી ફરી, લીધું મારું મનડું હરી;
મનહર મૂર્તિ જોતાં, દિલ મારું ગયું ઠરી;
	જામો સુરવાળ તારા, ભૂલ્યા ના ભુલાય...જોયા કરું૦ ૩
કાને મોરલિયા બેઠા, તોરા મારા હૈયે પેઠા;
પાઘ પર કલગી દીઠી, છોગલાની શોભા મીઠી;
	જ્ઞાન કહે એમાં મારો, જીવ ગયો ભરાય...જોયા કરું૦ ૪
 

મૂળ પદ

જોયા કરું સદાય

મળતા રાગ

કેમ દઉં વિદાય

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0