વાહ તારી પાઘડી રે, નીરખી નેણાં ઠરે છે ૧/૧

વાહ તારી પાઘડી રે, નીરખી નેણાં ઠરે છે;
	ધન્યભાગ્ય ધન્ય ઘડી રે, દિલડું મારું હરે છે...ટેક.
મંદમંદ હસતું મુખડું રૂપાળું;
વાલમજી રૂપ તારું અતિશે સુખાળું;
		એ...હૈયે શોભે છે તારે હાર...નીરખી૦ ૧
પાઘડીની શોભા ત્રિલોક થકી ન્યારી;
હીરલે મોતીડે જડી લાગે છે પ્યારી;
		એ...પચરંગી નંગ છે અપાર...નીરખી૦ ૨
પાઘડીનાં છોગલાં ને તોરા છે પ્યારાં;
શ્વેત લાલ કલગી ને કુંડળ છે ન્યારાં;
		એ...આંખડી તારી છે અણિદાર...નીરખી૦ ૩
વાહ તારો હીરલાનો જામો હેતાળા;
કિંમતી નંગ એમાં શોભે રૂપાળા;
		એ...ખભા શોભે છે જોરદાર...નીરખી૦ ૪
મોતીડાનો ખેસ છેડે નંગથી જડેલો;
આવો હરિ આવો ભેટો મુજ સંગ ખેલો;
		એ...સુરવાળ શોભે સુખાકાર...નીરખી૦ ૫
પગ કેરી આંગળીમાં શોભે છે વીંટીઓ;
જામાની કોર જોઈ સ્નેહી મારે સીટીઓ;
		એ...કાંડે કડાં છે શોભાદાર...નીરખી૦ ૬
હાથ કેરે લટકે ને આંખ કેરે મટકે;
ચાલો છો પિયુ મારા ચાલ રૂડી ચટકે;
		એ...હસી મુજ ચિત્ત ચોરનાર...નીરખી૦ ૭
જ્ઞાનજીવન કહે હોઠ છે રસાળા;
પિયુ અધરપાન કરાવો હેતાળા;
		એ...નમણી નાસા અણીદાર...નીરખી૦ ૮
 

મૂળ પદ

વાહ તારી પાઘડી રે

મળતા રાગ

મનોહર મૂરતિ રે શ્રીજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0