મુખડું જોઈ તમારું, હેતે હૈયામાં ધારું ૧/૧

મુખડું જોઈ તમારું, હેતે હૈયામાં ધારું;
		પિયુડા પિયુડા મુજને રૂપ વાલુ તારું;
કંઠો જાકમજોળ છે, હૈયું હેતે હીલોળ છે;
		ઘનુડા ઘનુડા તારા ગાલ ગોળ મટોળ છે...ટેક.
સાફો તારો શોભે વાલા, કલગી શોભાદાર છે;
કાને ગુચ્છ લાગે રૂપાળા, તોરો સુખાકાર છે;
	લટકે છે કાને લટકણિયાં, વાલા લાગો મુજ ઘરધણિયા;
			તમને કેમ વિસારું...મુખડું૦ ૧
ભેટ અનુપમ શોભે સારી, મોતીડાએ મઢેલી;
મારા મનનો મોર તું મોહન, હું છું તારી ઢેલી;
	સુંદર જામાની સાળ રસાળી, કોર લાગે છે રૂડી રૂપાળી;
			ખેસે મોહ્યું મન મારું...મુખડું૦ ૨
પગમાં તોડા ને હાથમાં કડાં, અભય આપો છો હાથે;
રૂમાલ ગજરો હેઠો મૂકીને, લ્યોને હરિ મને બાથે;
	જ્ઞાનજીવન કહે જીવન મારા, એક મેક થઈ જઈએ હવે પ્યારા;
			આપોને દાન તમારું...મુખડું૦ ૩
 

મૂળ પદ

મુખડું જોઈ તમારું

મળતા રાગ

ગમતું હોય તમારું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
માધુરી મૂર્તિ - ૨
Studio
Audio & Video
0
0