અહો મૂર્તિ રૂપાળી છે નાથ તારી; મારી વૃત્તિને ખેંચો છો ૧/૧

અહો મૂર્તિ રૂપાળી છે નાથ તારી;
મારી વૃત્તિને ખેંચો છો, રાજાધિરાજ (૨)
	તારી મૂર્તિ, હૃદયમાં હું રાખું સદા;
	ભેટી ચૂંમ્યા કરું મારો, સુખ સમાજ (૨) ટેક.
તારા લાલ વસ્ત્રો મને બહુ ગમે;
તારી મૂર્તિ પાછળ મારું મન ભમે;
	આવાં દર્શનમાં, રાત દિ વિતાવું હવે;
	બીજી સર્વે વાતોમાં હું, થાઉં નારાજ...અહો૦ ૧
તમે અક્ષરધામ નિવાસી જ છો;
મારે પૃથ્વી ઉપર બ્રહ્મવાસી જ છો;
	તમે મંદમંદ, હસો છો વાલીડા જ્યારે;
	ત્યારે બહુ રૂડા લાગો છો, હે શિરતાજ...અહો૦ ૨
તારા નયણની ચોટે હું વિંધાઈ ગઈ;
તારું હસવું જોઈને હું ઘાયલ થઈ;
	જ્ઞાનસખીને, આનંદ તમે જ છો;
	મારા નાવલિયા નાથ હે, રસિલા મહારાજ...અહો૦ ૩
 

મૂળ પદ

અહો મૂર્તિ રૂપાળી છે નાથ તારી; મારી વૃત્તિને ખેંચો છો

મળતા રાગ

આવો હે મારા લાડકડા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી