આજ વાલે મને સુખડું દીધું, પ્રગટી મારે ઘેર ૧/૪

આજ વાલે મને સુખડું દીધું, પ્રગટી મારે ઘેર;
	એકાંતમાં એકલી જાણી, ભેટયા આનંદભેર...૧
રોમે રોમ લીધી બાથે, આપ્યો આનંદ અપાર;
	ભરમ શરમ તોડી મારી, કરાવી દીધો પ્યાર...૨
અતિ સ્નેહે ચોંટી હરિમાં, થઈ ગઈ એકાકાર;
	એનો મારો થઈ ગયો, જાણે એક આકાર...૩
પ્રેમ મુજમાં સમાય નહિ, નીતરે રોમે રોમ;
	રોમે રોમ ધારી મને, આપ્યું ‘જ્ઞાન’ જોમ...૪
 

મૂળ પદ

આજ વાલે મને સુખડું દીધું

મળતા રાગ

આજ સખી મને સ્વપ્નું લાધ્યું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ પોષ સુદ-૪ શુક્રવાર, તા.૨૨/૧૨/૨૦૧૭, કુંડળ, પૂજામાં-૬:૧૫

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી