આજ પધાર્યા તમે, સ્વામિનારાયણ; ભેટયા છો વ્હાલા મને ૪/૪

આજ પધાર્યા તમે, સ્વામિનારાયણ;
	ભેટયા છો વ્હાલા મને, સ્વામિનારાયણ નાથ... આજ૦ ટેક.
સહજ આનંદ મારે સ્વામિનારાયણ;
	પ્રગટ આનંદ મારે સ્વામિનારાયણ નાથ...આજ૦ ૧
તમે છો પ્રાણનાથ સ્વામિનારાયણ;
	ભેટું ભરીને બાથ સ્વામિનારાયણ નાથ...આજ૦ ૨
તમે છો ભગવાન સ્વામિનારાયણ;
	જ્ઞાન ને જ્ઞાનવાન સ્વામિનારાયણ નાથ...આજ૦ ૩
મારે તમે છો સહુ સ્વામિનારાયણ;
	આનંદ મારે બહુ સ્વામિનારાયણ નાથ...આજ૦ ૪
હૃદયમાં ધરી તમને સ્વામિનારાયણ;
	જોયા કરું છું તમને સ્વામિનારાયણ નાથ...આજ૦ ૫
તમને જ પ્રેમ કરું, સ્વામિનારાયણ;
	તુજ અર્થે શ્વાસ ભરું, સ્વામિનારાયણ નાથ...આજ૦ ૬
પ્યારા વ્હાલા હે શ્યામ સ્વામિનારાયણ;
	આવીશ તમારે કામ સ્વામિનારાયણ નાથ...આજ૦ ૭
પ્યાર છો મૂર્તિમાન સ્વામિનારાયણ;
	તવ ગુણો ગાય જ્ઞાન, સ્વામિનારાયણ નાથ...આજ૦ ૮
 

મૂળ પદ

પ્રાણઆધાર મારા, સ્વામિનારાયણ; હાથ ઝાલ્યા છે મારા

મળતા રાગ

અક્ષરના વાસી વાલો આવ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ શ્રાવણ વદ-૧૧, ગુરુવાર તા.૦૬/૦૯/૨૦૧૮, કુંડળધામ, સવારે ૧૦:૦૦ વાગે, વાંચનરૂમ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી