(હેલો) હે.....અક્ષરધામના રાજા, ધર્મભક્તિના દુલારા ૧/૧

		(દોહરો)
૫્રગટ પુરુષોત્તમ શ્રીહરિ, તવ દાસન કો મૈં દાસ;
કૃપા કિયો મુજ પર નાથજી, સદા રખિયો તવ પાસ....

હે.....અક્ષરધામના રાજા, ધર્મભક્તિના દુલારા,
	ઇચ્છારામજીના વીરા, સર્વોપરી હરિરાય,
		મારો હેલો સાંભળો હો...જી...ટેક.
એ...અક્ષરધામનો અધિપતિ, તે આવ્યા અવની માંય;
	પિતા એના ધર્મદેવ ને, માતા ભક્તિમાય...મારો૦ ૧
એ...નાનો એવો ઘનશ્યામજી ને, નદીએ નાવા જાય;
	ઝાડે ચડી જીવન મારા, જળમાં ધૂબકા ખાય...મારો૦ ૨
	હેલો મારો સુણજો જી રે, શ્રીજી મહારાજા (ર)
એ...છપૈયાનો સાયબો આ, આવ્યો સોરઠમાંય;
	જોઈ તેની ઝમકદમકને, સાધુ થઈ ગયા રાય...મારો૦૩
એ...ચપટી વગાડી સહજાનંદે, છોડાવ્યો સંસાર;
	પ્રગટ પ્રભુને નીરખીને, સાધુ થયા હજાર...મારો૦ ૪
એ...ફર્યા દેશોદેશમાં ને, તાર્યાં નર ને નાર;
	કાળા કળિકાળમાં જો, ઉતાર્યા ભવપાર...મારો૦ ૫
	હેલો મારો સુણજો જી રે, શ્રીજી મહારાજા (ર)
એ...વચનામૃત ને શિક્ષાપત્રી, રચાવ્યા સદ્‌ગ્રંથ;
	અજ્ઞાની સહુ જીવને, આપ્યું અક્ષરધામ...મારો૦ ૬
એ...સાધુ લાવ્યા ધામથી ને, બાંધ્યાં અહીં ધામ;
	જ્ઞાન કહે છે અનંત જીવને, આપ્યું અક્ષરધામ...મારો૦ ૭
    હરિકૃષ્ણ મહારાજની જય...ઘનશ્યામ મહારાજની જય...
         ખમ્મા ખમ્મા ખમ્મા મારા વાલાને ખમ્મા,
	    ઘનશ્યામ મહારાજને ઘણી ખમ્મા,
              શ્રીજીમહારાજને ઝાઝી ખમ્મા,
           મારા હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા...
 

મૂળ પદ

હે.....અક્ષરધામના રાજા, ધર્મભક્તિના દુલારા(હેલો)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

નોન સ્ટોપ કીર્તન વિગત

ઘનશ્યામ મહારાજનો હેલો

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
શ્રીજી ચાલીસા
Studio
Audio
8
2