અવલબા તથા ગોપીઓની જેમ હરિ, મારો સ્વીકાર ઝટ હવે લ્યોને કરી ૯/૧૦

અવલબા તથા ગોપીઓની જેમ હરિ,
	મારો સ્વીકાર ઝટ હવે લ્યોને કરી...અવલબા૦ ૧
થઈ જાઓ હરિ હવે મારે રૂપે,
	મને સંતાડી દ્યો હવે તવ રૂપે...અવલબા૦ ૨
મારે તમારાથી હવે નાથ જરા,
	નથી રહેવું એક પણ પળ પરા...અવલબા૦ ૩
જ્ઞાનજીવનના આત્મામાં પ્રગટ થાઓ,
	એક તમે જ હવે મને અનુભવાઓ...અવલબા૦ ૪
 

મૂળ પદ

મારા વાલમજી મને સ્વીકારી લ્યોને, એક તમારો સતત અનુભવ દ્યોને

મળતા રાગ

હું તો છું હરિ કેવળ તમારે માટે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ ભાદરવા સુદ-૮, સોમવાર તા.૧૭/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૪:૧૫

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી