આપો આપો તમારો અનુભવ વ્હાલા, હાથ જોડી હરિ કરું કાલાવાલા ૪/૧૦

આપો આપો તમારો અનુભવ વ્હાલા,
	હાથ જોડી હરિ કરું કાલાવાલા...આપો૦ ૧
બીજો અનુભવ મને દેશો નહીં,
	એવો કરો હું મૂર્તિમાં શકું રહી...આપો૦ ૨
સદા તમારી મસ્તીમાં જીવ્યા કરું,
	એક તમારું ધ્યાન સદા ધર્યા કરું...આપો૦ ૩
જ્ઞાનજીવનને સ્મૃતિ તમારી જ દ્યો,
	બીજી બધી સ્મૃતિ હરિ ટાળી જ દ્યો...આપો૦ ૪
 

મૂળ પદ

મારા વાલમજી મને સ્વીકારી લ્યોને, એક તમારો સતત અનુભવ દ્યોને

મળતા રાગ

હું તો છું હરિ કેવળ તમારે માટે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

સં.૨૦૭૪ ભાદરવા સુદ-૮, સોમવાર તા.૧૭/૦૯/૨૦૧૮, કુંડળ, સવારે ૪:૧૫

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી