હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ ૨/૯

હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે;
		તમે ગુણસાગર ગોપાળ, દેવ મોરારી રે...૧
મુને કરી પોતાની કા’ન, દોષ ન જોયા રે;
		તમે ગુણ ગ્રાહક ગોપાળ, મુજ પર મોહ્યા રે...૨
તમે શ્યામ સુંદર સુખરૂપ, કુંજવિહારી રે;
		મારે મંદિર આવો માવ, તમ પર વારી રે...૩
મુને કરી કૃતારથ કાન, શ્યામ સોહાગી રે;
		મારે ભવની ભાવટ આજ, સર્વે ભાગી રે...૪
મારે અમૃત વરસ્યા મેહ, થઈ અનુરાગી રે;
		મારી તમ સંગ ત્રિભુવનરાય, લગની લાગી રે...૫
મારા પુણ્ય તણો નહિ પાર, તમ સંગ મળતાં રે;
		મુક્તાનંદ કહે મહારાજ, અંતર ટળતાં રે...૬
 

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભગવત્ચરણદાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભગવત્ચરણ સ્વામી કીર્તન
Studio
Audio
1
1