મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી ૧/૨

 મારે તમને કરવા રાજી, ઓ મારા રસિયાજી;
	હાથ જોડીને રહીશ આગે, કહીશ હાજી હાજી...મારે૦ ટેક.
આજ સુધીના ગુના મારા, માફ કરોને (ઓ મારા) વ્હાલા;
તમારી દાસી તમારે ચરણે, કરું છું (હું) કાલાવાલા;
	સમર્થ ધણી તમે છો મારે, તમે છો પિતા-માજી...મારે૦ ૧
હૈયે ઠરાવ કરીને પાકો, ગાંઠ વાળી છે (મેં) વ્હાલા;
સર્વે શ્વાસો તમારે માટે, હવે લેવા છે (મારે) વ્હાલા;
	તમને મારે કરવા છે પ્યારા, અતિશે રાજી રાજી...મારે૦ ૨
તમને તમારા સંતોને જે, ના ગમતું હોય વ્હાલા;
જ્ઞાનજીવનને ભૂલેય કોઈ દિ, કરવું નથી તે (મારા) વ્હાલા;
	આજ્ઞા ઉપાસના દૃઢ કરવી છે, કહું છું ગાજી ગાજી...મારે૦ ૪
 

મૂળ પદ

મારે તમને કરવા રાજી

મળતા રાગ

ભલા ભાણેજડા સરોવર જાઉં ત્યાં ઢોલે રમે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી - કુંડળ

કીર્તનનો અર્થ

નવો રાગ, શિવજી, નવું પ્રભાતિયું,નવું કીર્તન, નવું કીર્તન,નવો રાગ,રાસ માટે હોળી સ્વામિનારાયણ્ હિંડોળા લોકગીત

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી