હે સર્વોપરિ ભૂપ, અમને કરો તદરૂપ ૧/૧

હે સર્વોપરિ ભૂપ, અમને કરો તદરૂપ,
વાલા પ્યારુ તારૂ રૂપ, અમને આપો એ સ્વરૂપ...ટેક.
છે દિવ્ય તારો આકાર, એજ અમારો આધાર,
એમાં રહો સદા પ્યાર, વ્હાલા તમે સુખાકાર (૨)...હે સર્વો.૦ ૧
પ્રભુ પ્રકાશો તમે એક, અમે તુંમાં રહીએ પેક,
એવી નિભાવો અમ ટેક, અમે કહીએ છીએ નેક (૨)...હે સર્વો.૦ ૨
તમે છોડાવો જડ સુખ, આપો દિવ્ય તમારૂં સુખ,
રાખો મૂર્તિની સનમુખ, તો જાયે મારા દુઃખ (૨)...હે સર્વો.૦ ૩
કહે ‘જ્ઞાન' જોડી હાથ, આજ સાંભળો મારા નાથ,
રાખો તમારી સંગાથ, એવી કૃપા કરો નાથ (૨)...હે સર્વો.૦ ૪

મૂળ પદ

હે સર્વોપરિ ભૂપ, અમને કરો તદરૂપ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી