રાજી થયાનું પોતે કરાવી, રાજી થાઓ છો કેવા કૃપાળુ ૧/૧

 રાજી થયાનું પોતે કરાવી, રાજી થાઓ છો કેવા કૃપાળુ;
	સારું કરીને સારું કરાવો, યશ આપો છો અહો દયાળુ...ટેક.
સુખ આપો છો સુખિયા રહીને, દુ:ખ ટાળો છો દુ:ખિયા થઈને;
તમે જ પોતે તમારું જ્ઞાન, આપો છો મુજને મુજમાં રહીને;
	તમે કરો છો, તમે જ કરાવો, નિમિત્ત બનાવો કેવા કૃપાળુ...રાજી૦ ૧
અંદર બહાર સદા નિરંતર, પ્રકાશી પોતે બધુંય પ્રકાશો;
જ્ઞાનશક્તિ ને ક્રિયાની શક્તિ, તમે જ પ્રાપ્ત કરાવો આશો;
	તમારા વડે, તમે કરાવો, નિશ્ચય દર્શન કેવા કૃપાળુ...રાજી૦ ૨
તમે જ હતા તમે રહો છો, સર્વત્ર શ્રીહરિ સદા તમે છો;
જ્ઞાન તમે છો જીવન તમે છો, ધામ ને મોક્ષ મારે તમે છો;
	તમારા વડે, તમને હું પામું, એવું કરો છો કેવા કૃપાળુ...રાજી૦ ૩ 
 

મૂળ પદ

રાજી થયાનું પોતે કરાવી

મળતા રાગ

જરા તો ઈતના બતાદો ભગવન્

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ઉત્પત્તિ

તા.૦૯/૦૨/૨૦૧૦, વડોદરા, સવારે પૂજામાં

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
યમન કલ્યાણ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ
કરુણા તેરી
Live
Audio & Video
1
0