તારી મીટ્યમાં મોહન વેલ્ય કાનડ કાળા રે ૬/૯

તારી મીટ્યમાં મોહન વેલ્ય, કાનડ કાળા રે;
તેણે મોહ્યું છે મારૂં મન, છેલછોગાળા રે. ૧
તારા કરનાં લટકાં કા'ન, ચિતડું ચોરે રે;
હું તો મોહી રહી મહારાજ, ફૂલડાને તોરે રે. ર
તારી વનમાળા વ્રજરાજ, અતિ સુખકારી રે;
તારા કુંડળિયા પર કા'ન , જાઉં બલહારી રે. ૩
તારા ભાલ તિલકની શ્યામ, શોભા ન્યારી રે;
તારી પાઘડલીના પેચ, પર જાઉં વારી રે. ૪
તારા ફૂલડાના બાજુબંધ, ગજરા શોભે રે;
તેને નિરખતાં નંદકુમાર, મન મારૂં લોભે રે. ૫
એવી શોભાને ધરતા શ્યામ, અમ ઘર આવો રે;
મુક્તાનંદ કહે મહારાજ, હસીને બોલાવો રે. ૬

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી