મારે મંદિર આવો માવ રંગભર રમીએ રે ૮/૯

મારે મંદિર આવો માવ, રંગભર રમીએ રે;
વ્હાલા ભોજનીયાં બહુ ભાત્ય, જમાડું તે જમીએ રે. ૧
મેં તો ફૂલડે સમારી સેજ, માણો તમે માવા રે;
મારે મંદિર રાખું માવ નહિ દઉં જાવા રે. ર
મુને તમ વિના જે પળ જાય, તે ઘણું સાલે રે;
તારી લાલચમાં નંદલાલ, પ્રોવાણાં ભાલે રે. ૩
મુને સુળી જેવો સંસાર,સધળો લાગે રે, ;
જાણું ક્યારે મળે નંદલાલ, દુ:ખડું ભાગે રે. ૪
મુને રજની તે વેરણ્ય થાય, તમ વિના વહાલા રે;
આપો સુખડું અલૌકિક શ્યામ, શ્રીનંદલાલા રે. ૫
વહાલા અબળા ઉપર મહેર, કરજ્યો મોરારી રે,
મુક્તાનંદ કહે મહારાજ, દાસી તમારી રે. ૬

મૂળ પદ

વાલા રમઝમ કરતાં કાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી