લટકાળા નંદલાલ રે રંગ ફાગ રમાવો ૨/૪

લટકાળા નંદલાલ રે, રંગ ફાગ રમાવો ;
લટકાળા નંદલાલ રે, રંગ ફાગ રમાવો. ટેક
અંગ ઉમંગ સહિત ઉડાવહું, ગિરધર અબીર ગુલાલ રે. રં૦૧
રસિક શ્યામ તવ સંગ રંગવેશે, અજબ બન્યો હે તાલ રે. રં૦ર
જો પિચકારી જોર લગે તો, ધરીહું આડી ઢાલ રે. રં૦૩
બ્રહ્માનંદ કહે શ્યામ ચતુર વર, ખૂબ રચ્યો અબ ખ્યાલ રે. રં૦૪

મૂળ પદ

શામળિયા ચિત્ત ચોર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી