આજ સ્તુતિ કરું છું નાથ, સર્વોપરી શ્રીજી તારી ૧/૮

આજ સ્તુતિ કરું છું નાથ, સર્વોપરી શ્રીજી તારી;
	તારી અકળમૂરતિ અપાર, અખંડ છે સુખકારી...૧
સુખકારી ચૈતન્ય સ્વરૂપ, દિવ્ય મૂર્તિ પ્યારી પ્યારી;
	પ્યારી તારી શોભા છે અપાર, છે જો સૌથી અતિશે ન્યારી...૨
ન્યારી અજર અમર અનંત, અપાર અમાપ પ્રભુ;
	પ્રભુ અજીત અનાદિ અસંગ, અચ્યુત સર્વ વિભુ...૩
વિભુ અચિંત્ય છો નિર્દોષ, રોષ નવ રાખો તમે;
	તમે નિર્લેપ પતિત પાવન, જ્ઞાનજીવનના સ્વામી...૪
 

મૂળ પદ

આજ સ્તુતિ કરું છું નાથ

મળતા રાગ

એવા ધામને પામવા કાજ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી