જીવનધ્યેય તારો શું છે જીવલડા, શા માટે ધરતી પર તું આવિયો રે ૧/૧

 જીવનધ્યેય તારો શું છે જીવલડા, શા માટે ધરતી પર તું આવિયો રે;
	શું રે થાવાનું તારે શું છે કરવાનું; શું રે કરવાને તું તો આવિયો રે...ટેક.
જીવનધ્યેય મારો પ્રભુ મેળવવા, અનાદિ મુક્ત થાવા આવિયો રે;
	કરવી’તી મૂર્તિ સિદ્ધ અખંડવૃત્તિએ;
	બીજું ત્રીજું હું કરવા લાગિયો રે...જીવન૦ ૧
કરવાનું જલ્દી હવે કરી લે જીવડા, કાળ જો કેડે તારી આવિયો રે;
	એક પલકમાં દેહ પડી રે જાશે;
	રહી જાશે કરવા જે તું આવિયો રે...જીવન૦ ૨
આજથી સાચો થઈ મંડી હું પડું, પળ ના ભૂલું હું નાવલિયો રે;
	જ્ઞાનજીવન અખંડ શ્રીજી સંભારવા;
	ધરતી ઉપર હું છું આવિયો રે...જીવન૦ ૩ 
 

મૂળ પદ

જીવનધ્યેય તારો શું છે જીવલડા, શા માટે ધરતી પર તું આવિયો રે

મળતા રાગ

અક્ષરધામથી શ્રીજી પધાર્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત
વાલમ
Studio
Audio & Video
0
0