ધ્યેય મારો છે મૂર્તિ માળે, કરવો છે વિરામ રે ૧/૧

ધ્યેય મારો છે મૂર્તિ માળે, કરવો છે વિરામ રે;
	બીજું જે જે આપો છો વાલા, તેનું નથી કામ રે...ધ્યેય૦ ટેક.
બીજું જે જે થાય છે, તે તમારા ગમતામાંય છે(૨)
પરંતુ મારે એક જ તમને, અખંડ અનુભવવા;
	તમે તો જીવન અનેક જીવનાં, કરતા હશો કામ રે...ધ્યેય૦ ૧
ધાર્યું કરજો તમારું, ધાર્યું ના કરતા મારું(૨)
પરંતુ મને તમારામાં, બાંધી દેજો વાલમા;
	તુજ વિના મારી સ્મૃતિ સર્વે, કરજો હરામ રે...ધ્યેય૦ ૨
ધ્યાન મારું તું રાખજે, તારામાં જ ડુબાડજે(૨)
જ્ઞાન તમારું આપજો, અજ્ઞાનને ટાળીને;
	‘જ્ઞાન’ને ધ્યેયથી ભ્રષ્ટ થાવા, નવ દેશો શ્યામ રે...ધ્યેય૦ ૩
 

મૂળ પદ

ધ્યેય મારો છે મૂર્તિ માળે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
કરુણા તેરી
Studio
Audio
0
0