આનંદખાણ છો રે, પ્યારા ભક્તો ભોગવે સુખ ૬/૮

આનંદખાણ છો રે, પ્યારા ભક્તો ભોગવે સુખ;
	સુખમહેરાણ છો રે, તોયે અસુરજનને દુ:ખ...૧
પ્રગટ પ્રભુ આપ છો રે, સહુના ટાળો છો સંતાપ;
	સર્વેના બાપ છો રે, ભક્તનાં પ્રજાળો છો પાપ...૨
શોભા હરિ આપની રે, તેમાં ખેંચાઈ જાય છે મન;
	નિવારણ તાપની રે, તમારી મૂરતિ છે પાવન...૩
રક્ષણ ભક્તનું રે, તમે હરિ કરો છો હરપળ;
	સહુ દુ:ખ જક્તનું રે, ભોગવે જક્ત ખાઈને વળ...૪
સહજ આનંદ છો રે, શ્રીહરિ સ્વામી સહજાનંદ;
	સદા સ્વચ્છંદ છો રે, જ્ઞાનજીવનના છો આનંદ...૫
 

મૂળ પદ

મારે ઘેર આવિયા રે, પ્યારા હરિકૃષ્ણ મહારાજ

મળતા રાગ

આજ મારે ઓરડે રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી