અમી ભરેલી છે આંખો તમારી, વેણાં છે સુખના દેનાર રે ૮/૮

અમી ભરેલી છે આંખો તમારી, વેણાં છે સુખના દેનાર રે;
	તમારા માટે આ પ્યારા સંતોએ, છોડી દીધાં ઘરબાર રે...૧
મોટા મોટા જોગી વનમાં જઈને, ધરે છે તમારું ધ્યાન રે;
	મોટા મોટા ઈશ્વરો તમને નમે છે, મૂકીને મનનું તે માન રે...૨
મોટા મોટા કવિઓ ગાય તમોને, ભક્તો નાચે તુજ પાસે રે;
	સર્વેને વાલમ એક તમારી, મનમાં રહે છે આશે રે...૩
નખશિખ મૂર્તિ તમારી વાલા, સુખ-શોભાનું છે ધામ રે;
	દયા કરીને તમે મળ્યા છો મુજને, પ્રીતમ શ્રી ઘનશ્યામ રે...૪
ગાયા કરું ગુણ ધર્યા કરું ધ્યાન, રાજી કરું તુને નાથ રે;
	જ્ઞાનસખીનો તમે સર્વોપરી હરિ, હેતે ઝાલ્યો છે હાથ રે...૫
 

મૂળ પદ

હે સુખધામ તમે હરિવર પ્યારા

મળતા રાગ

આજ મારું ભાગ્ય અલૌકિક સજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી