મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો, કરાવો ધ્યાનનો અભ્યાસ ૧/૧

મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો, કરાવો ધ્યાનનો અભ્યાસ,
	ક્યાંથી મળે આવો ધ્યાનનો અભ્યાસ...મૂર્તિ૦ ટેક.
આવી મૂર્તિ રાખતાં મનમાં, થઈ જાય પાપ બધાં નાશ;
	મૂર્તિ ચિંતવતાં સુખ બહુ મળે, મળે તુરત અવિનાશ...ક્યાંથી૦ ૧
ધ્યાનનો મહિમા દિલમાં ધારો ને, ધ્યાન ધરો દિન-રાત;
	અખંડવૃત્તિ સહુ રાખો પ્રભુમાં, મળે પ્રભુ સાક્ષાત્...ક્યાંથી૦ ૨
ધ્યાન ધર્યા વિના કારણ શરીર, ક્યારેય ન થાય નાશ;
	ધ્યાન ધર્યાનું સહુએ કહ્યું છે, કરો મા વચન વિનાશ...ક્યાંથી૦ ૩
અખંડવૃત્તિ રાખવા માટે, મૂર્તિમાં કરજો પ્યાર;
	પ્રેમ કરવા જ્ઞાન મહિમા સમજો, થાશે ભજન એકતાર...ક્યાંથી ૦ ૪
 

મૂળ પદ

મૂર્તિ ધરો ને મૂર્તિ ધરાવો

મળતા રાગ

ભજન કરે ને ભજન કરાવે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કેદારો
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

Studio
Audio & Video
0
0