લાલ લાલ વાઘાવાળા, વાલા તુંમાં વ્હાલ છે ૧/૧

લાલ લાલ વાઘાવાળા, વાલા તુંમાં વ્હાલ છે,
 	ચંદ્ર લાલ હોઠ લાલ, નૈણાં લાલ ગાલ છે...ટેક.
મૂર્તિ લાલ મુખ લાલ, પાઘ તારી લાલ છે,
ભક્તિ લાલ ભેટો હાલ, તુંમાં બહુ માલ છે;
 	ચૂમું ગાલ કરું વહાલ, તોરા તારા લાલ છે...ચંદ્ર૦ ૧
કાને કુંડળ નંગ લાલ, કંઠામાં છે હીરા લાલ,
હારમાં ગુલાબ લાલ, હેતાળી હથેળી લાલ;
 	હાથમાં છે પદ્મ લાલ, જોતાં સહુ ન્યાલ છે...ચંદ્ર૦ ૨
પાઘમાં છે પીછી લાલ, ગજરામાં ગુલાબ લાલ,
ખેસની છે કોર લાલ, નખ સુરવાળ લાલ;
 	લાલ ચરણ ચૂમવામાં, મન મારું બેહાલ છે...ચંદ્ર૦ ૩
લાલા તું તો લાલ છો ને, વેશ તારો લાલ છે,
તારા પ્રકાશે તારા, મુક્તો સર્વે લાલ છે;
 	લાડીલા ઓ લાલ, જ્ઞાનસખીના માલ છો...ચંદ્ર૦ ૪
 

મૂળ પદ

લાલ લાલ વાઘાવાળા, વાલા તુંમાં વ્હાલ છે

મળતા રાગ

જો જો વાલા મૂર્તિ વિના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
બિલાવલ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
ફિલ્મી ઢાળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0