ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા ૧/૧

ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા,
 	આવી મૂર્તિ રહોને મારા જીવમાં...ટેક.
પાઘે પીછી લીલી, મેં તો હૈયે લીધી ઝીલી...આવી૦
 	છોગલિયે સતારા, મારા હૈયાના ઉતારા...આવી૦ ૧
કંઠે કંઠો કેવો, મારા હૈયે રાખ્યા જેવો...આવી૦
 	બોરમાળા ને હાર, સંભારું એકતાર...આવી૦ ૨
બેઠા કાને મોર, એ તો ચિત્તડાના ચોર...આવી૦
 	હાથે ગજરો ધારી, કર્યાં નિર્ભય નરનારી...આવી૦ ૩
કેડયે કનક કંદોરો, માથે મોતીડાનો તોરો...આવી૦
 	જામે લાલ ચાળ, ભારે શોભો છો દયાળ...આવી૦ ૪
ખેસ છે ગુલાબી, આવો ભેટો હૈયું દાબી...આવી૦
 	શોભે રૂડા તોડા, કરે કમનીય કડાં...આવી૦ ૫
ચરણ છે જો એવાં, છાતીએ રાખ્યા જેવાં...આવી૦
 	પોઢયા ફૂલપથારી, મેં તો હૈયે લીધા ધારી...આવી૦ ૬
સંતમંડળ સાથ, જો કેવો શોભે નાથ...આવી૦
 	બેઠા ફૂલબાગે, આ જ્ઞાનજીવન આગે...આવી૦ ૭
 

મૂળ પદ

ધોળા દૂધ જેવા, પેર્યા વાઘા વાલા એવા

મળતા રાગ

આવ્યા સંતો આવ્યા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0