ધામનું સ્વરૂપ આજ જોયું સાક્ષાત્, પુરુષોત્તમ પ્રગટયા છે આજ ૧/૧

 ધામનું સ્વરૂપ આજ જોયું સાક્ષાત્;
	પુરુષોત્તમ પ્રગટયા છે આજ, આ જુઓ મહારાજ;
માથે મુગટ કાને કુંડળ છે મોર;
	મંદમંદ હસે ઘનશ્યામ, આ મારો ચિત્તચોર...ટેક.
મંદ મંદ હસતાં સામે ઊભા છે, સુખડાં દેવા અપાર;
વેશ રજવાડી નીરખું છું દાડી, જોઈ જોઈ તજી સંસાર;
	હું ઊતરી ભવપાર...ધામનું૦ ૧
ખેસ લીલો કેસરી હાય દિલ વેતરી, ઊતરે છે આરપાર;
પિતાંબર પ્યારું સોને શણગાર્યું, ચળકે છે જો અપાર;
	ત્યાં લાગી એકતાર...ધામનું૦ ૨
મોતીડે મઢી મોજડી તારી, ચાલ તારી સુખાકાર;
ચટ ચટ ચાલતાં મન મારું ઝાલતાં, કરી છે તારે આકાર;
	ઓ ‘જ્ઞાન’ના આધાર...ધામનું૦ ૩
 

મૂળ પદ

ધામનું સ્વરૂપ આજ જોયું સાક્ષાત્, પુરુષોત્તમ પ્રગટયા છે આજ

મળતા રાગ

મથું છું હું એટલે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
મેઘ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0