વાદળી વેશે જોને સૈયર શ્રીજી શોભતા રે, જોતાં જીવન ભૂલું હું તો ભાન રે ૧/૧

વાદળી વેશે જોને સૈયર શ્રીજી શોભતા રે,
 	જોતાં જીવન ભૂલું હું તો ભાન રે...વાદળી૦ ટેક.
પાઘે શ્વેત કલંગી શ્વેત મોતીડાં ,
 	મારા ગોઠિડા ઘના ભગવાન રે...વાદળી૦ ૧
ગળે કનક કઠો હાર હેમના રે ,
 	હૈયે હીંચે છે ગુલાબનો હાર રે...વાદળી૦ ૨
કેડયે ભેટ બાંધી છે શ્વેત ધોતીની રે,
 	ફરતી લટકે છે મોતીડાની હાર્ય રે...વાદળી૦ ૩
ધોતી ખેસ ને રૂમાલ છે વાદળી રે,
 	મેઘ સરીખું બોલે મારો શ્યામ રે...વાદળી૦ ૪
હાર કુંડળ ચળકે જાણે વીજળી રે,
 	ચમકે મોતીડાં તારલિયાને ઠામ રે...વાદળી૦ ૫
મેઘ વરસે ને પાણી પાણી થાય છે રે,
 	વાલો દરસે ને જ્ઞાનને આનંદ રે...વાદળી૦ ૬
 

મૂળ પદ

વાદળી વેશે જોને સૈયર શ્રીજી શોભતા રે, જોતાં જીવન ભૂલું હું તો ભાન રે

મળતા રાગ

લાગી રે લાગી લગની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
દિવ્ય દિવ્ય મહારાજ
Studio
Audio & Video
0
0