મહામનોહર મૂરતિ તમારી, તમે જીવનદોરી છો મારી ૧/૧

મહામનોહર મૂરતિ તમારી, તમે જીવનદોરી છો મારી;
	તમે ઘનશ્યામજી છો સુખકારી, વ્હાલા સર્વોપરી છો અવતારી...ટેક.
ધર્મના લાલા છો અતિ વ્હાલા, અતિ રૂપાળા મહાસુખાળા;
	તમે મહાસમર્થ ભયહારી, તમે લીધી છે મુજને સ્વીકારી...૧
હસતું મુખડું ટાળે છે દુ:ખડું, મને અતિશે આપે છે સુખડું;
	હું તો છું હરિ તારી આભારી, તમે લીધી છે મુજને સ્વીકારી...૨
આવો પડો ભેટી રાખશો મા છેટી, જ્ઞાનસખીને લ્યો મૂર્તિમાં સમેટી;
	હું તો જીવી ના શકું તુંથી બારી, તમે લીધી છે મુજને સ્વીકારી...૩
 

મૂળ પદ

મહામનોહર મૂરતિ તમારી, તમે જીવનદોરી છો મારી

મળતા રાગ

પહાડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
પહાડી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલમ
Studio
Audio & Video
0
0