અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ ૧/૧

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
	હરિકૃષ્ણજી શ્રીહરિ, વ્હાલા રૂપ રૂપનું ધામ...૧
નખશિખા તારી મૂરતિ, પ્યારી પ્યારી લાગે મને;
	હૈયામાં હેત જાગે અતિ, નીરખતાં નાથ તમને...૨
સહજાનંદ મારા શ્યામળા, સુખદાયક તમારું રુપ;
	અતિ હેતાળ મૂરતિમાં, મારું મન થયું તદ્‌રૂપ...૩
કેવી મનોહર મૂરતિ, અહો જોઈ રહું રાત-દિન;
	હલક્યું હેત મારે હૈયે, જાણ્યે થાવું તમમાં લીન...૪
છેટે રહેવું ગમતું નથી, આવો આવો પ્યારા મને ભેટવા;
	વાલા વાલા લાગો મને, જાણ્યે લાગું હું તમને ચાટવા..૫
ગાલ ઉપર ચુંબન લઉં, હેતે કરી ભેટું તમને;
	ચાંટી જાવું વાલા તમને, નાથ છેટે ના કરશો મુજને...૬
હૈયામાં ચાંપી ચાંપી ચૂમું, મૂકું નહિ મારી બાથથી;
	છાતીએ લગાડી રાખું હરપળ, જાવા ન દઉં મારા હાથથી...૭
કેવા રૂપાળા પ્યારા છો, મારા હૈયા કેરા હાર છો;
	જીવન મારા જીવમાં રાખું, હરિ મારા આધાર છો...૮
મૂર્તિ વસી મારા નેણમાં, ઉતારું અંતરમાંય;
	જોઈ રહું પ્રતિપળ વ્હાલા, હરખ હૈયે ન માંય...૯
રૂડા ધર્યા શણગાર કેવા, જોતાં ધરાય નહિ મન;
	અખંડ જોયા કરું તમને, અને કર્યા કરું વર્ણન...૧૦
વહાલા તમારા રજવાડી, વેશમાં મન મારું અટક્યું;
	ખેંચાઈ ગઈ હું તુજમાં, મારી આંખ ન ભરે મટકું...૧૧
જ્ઞાનસખીને અખંડ આવાં, દર્શન દેજો નાથ;
	જાણી તમારી પ્રીતમ મારા, મૂકશો નહિ હાથ...૧ર
 

મૂળ પદ

અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ

મળતા રાગ

પૂર્વછાયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી