આવો મારે આંગણે ઓ સ્વામી સહજાનંદજી, સ્વામી સહજાનંદજી આપોને આનંદજી ૧/૧

આવો મારે આંગણે ઓ સ્વામી સહજાનંદજી,
	સ્વામી સહજાનંદજી આપોને આનંદજી...આવો૦ ટેક.
સુખના ભરેલા મારા છૈયા છો, હેતના ભરેલા મારા હૈયા છો;
	વિનવી કહું હે વાલમ મુજને, આપોને આનંદજી...આવો૦ ૧
મનના માનેલા તમે માવા છો, તનમાં હૈયામાં સુખ થાવા છો;
	સુખડાં આપો સ્વામી મુજને, ટાળી ભવફંદજી...આવો૦ ૨
પ્રીતમ પિયુડા મારા પ્યારા છો, નેહથી ભરેલા નાથ ન્યારા છો;
	જ્ઞાનસખી કહે સ્વામી મુજને, મળો સુખકંદજી...આવો૦ ૩
 

મૂળ પદ

આવો મારે આંગણે ઓ સ્વામી સહજાનંદજી, સ્વામી સહજાનંદજી આપોને આનંદજી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
પિયુડા
Studio
Audio & Video
0
0