મારા નમણા રસિલા મહારાજ રે મહારાજ રે, હો મારા વાલમા ૧/૧

 મારા નમણા રસિલા મહારાજ રે મહારાજ રે, હો મારા વાલમા (૨)...ટેક.
હૈયું હેતાળું તારું મુખડું રૂપાળું(૨)
નીરખ્યાં મેં રૂડાં બે નેત્ર દયાળુ(૨)
	હે હેતાળુ ! હે દયાળુ ! હેત-દયા કરી આજ રે...મારા૦ ૧
મારે છો પિતા તમો મારી છો માતા(૨)
બંધુ સખા છો ધન માલ ને ભ્રાતા(૨)
	હે મમતાળુ ! હે સુખાળુ ! તમે છો રાજાધિરાજ રે...મારા૦ ૨
સેવા ન જાણું તારી સ્તુતિ ન જાણું(૨)
કરમ ધરમ કાંઈ ‘જ્ઞાન’ ન જાણું(૨)
	હે સમર્થ ! હે સર્વજ્ઞ, જાણું તમારું રાજ રે...મારા૦ ૩ 
 

મૂળ પદ

મારા નમણા રસિલા મહારાજ રે મહારાજ રે, હો મારા વાલમા

મળતા રાગ

મારા નમણા રસિલા મહારાજ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
વાલમ
Studio
Audio & Video
0
0