આજ સ્વપ્નામાં આવ્યા’તા વાલમ તમે, મને દીધાં’તાં દર્શન સુખાળા તમે; ૧/૧

આજ સ્વપ્નામાં આવ્યા’તા વાલમ તમે,
	મને દીધાં’તાં દર્શન સુખાળા તમે;
અહો ભાગ્ય મારાં, થયાં દર્શન પ્યારાં,
	અહો અતિ દયાળુ છો શ્રીજી તમે...આજ૦ ટેક.
મીઠી વાતો કહી, મારા મનમાં રહી;
	એને ભૂલું નહિ, કોઈને કહું નહિ(૨)...આજ૦ ૧
સુખ છાનાં દીધાં, મેં તો ઘૂંટડે પીધાં;
	ઘણાં ચુંબન કીધાં, હરિ હૈયે લીધા(૨)...આજ૦ ૨
પ્યારાં લટકાં કરી, મન લીધું હરી;
	સર્વ રીતે વરી, હૈયું એક કરી (૨)...આજ૦ ૩
મારે સોણે હરિ, આવો ફરી ફરી;
	રોજ દયા કરી, દેજો દર્શન હરિ(૨)...આજ૦ ૪
સોણે સુખી કીધી, મને તુંમાં લીધી;
	રોજ આવી વિધિ, વીતો રાત બધી(૨)...આજ૦ ૫
‘જ્ઞાન’ તારી દાસી, તારાં દર્શન પ્યાસી;
	દર્શન દેતા રહેજો, મીઠી વાતો કહેજો(૨)...આજ૦ ૬
 

મૂળ પદ

આજ સ્વપ્નામાં આવ્યા’તા વાલમ તમે, મને દીધાં’તાં દર્શન સુખાળા તમે;

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
વાલીડા
Studio
Audio
0
0