જાણું માણું તારું સુખ ન્યારું ન્યારું; ભેટું ચૂમું તારું રૂપ પ્યારું પ્યારું ૧/૨

 જાણું માણું તારું સુખ ન્યારું ન્યારું; ભેટું ચૂમું તારું રૂપ પ્યારું પ્યારું;
	હવે જગતનાં સુખ હું ના જાણું ના માણું.
તમે સર્વેના કારણ સહુથી ન્યારા, તમે સર્વની અંદર સહુથી બારા;
	મેલી કારણને કાર્ય હું ના જાણું ના માણું...ટેક.
તમે અખંડ મૂર્તિ રૂપાળી, અતિ હેતાળી સુખાળી દયાળી;
મેલી સદા તારું સુખ, હવે ભોગવું ના દુ:ખ;
	તારી મૂર્તિ વિના હવે ના જાણું ના માણું...જાણું૦ ૧
તમે અખંડ છો રહેનારા, બીજા આકારો નાશ થનારા;
એવા જગના આકાર, એમાં કોણ કરે પ્યાર;
	હવે તમને મૂકી બીજું ના જાણું ના માણું...જાણું૦ ૨
જ્ઞાનજીવન હું દાસી તમારી, તમે લીધી છે પ્રેમે સ્વીકારી;
તમે ઝાલ્યો મારો હાથ, સદા રહ્યા મારી સાથ;
	હવે બીજાનો સાથ હું ના જાણું ના માણું...જાણું૦ ૩ 
 

મૂળ પદ

જાણું માણું તારું સુખ ન્યારું ન્યારું; ભેટું ચૂમું તારું રૂપ પ્યારું પ્યારું

મળતા રાગ

જાણું માણું તારું સુખ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
આશાવરી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
પિયુડા
Studio
Audio & Video
0
0