અમારાં આંગણાં શોભાવો મારા નાથજી ૩/૪

અમારાં આંગણાં શોભાવો મારા નાથજી;
	હવે ના ઝાઝું તરસાવો, મારા નાથજી...ટેક.
હું તો આવી વડતાલ તને મળી હતી,
તારા પ્રેમમાં લાલ હું તો ગળી હતી;
	તે દિ’નો, ભાળ્યો તારો ભાવ મારા નાથજી,
	મોજીલા મનમાન્યા હે માવ મારા નાથજી...અમારાં૦ ૧
હું તો ગઈ’તી ગઢપુર તને ગોત્યો હતો,
હું તો ઊભી’તી દૂર તને જોયો હતો;
	જોઈને, જીવમાં ઝાલ્યા છો મારા નાથજી,
	તે દિ’ના મનડામાં મહાલ્યા છો મારા નાથજી...અમારાં૦ ૨
જ્ઞાનજીવન કે’ હાય તું તો રહ્યો છેટો,
રડી પડીને પાય કહું મને ભેટો;
	તમારી, છાતીએ લગાઓ મારા નાથજી,
	હૈયાને હૈયાથી દબાઓ મારા નાથજી...અમારા૦ ૩
 

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમા

મળતા રાગ

હે મનવા બેઠો રે શાંતિથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી