પિયુડા પ્રેમથી પધારો, મારે આંગણે; વાલીડા જનમ સુધારો ૨/૪

પિયુડા પ્રેમથી પધારો, મારે આંગણે;
	વાલીડા જનમ સુધારો, આવો હમણે...ટેક.
હું તો જોઉં છું વાટ સદા તારી શ્રીજી,
હું તો જીવું તું માટ નથી ઇચ્છા બીજી;
	સુખાળા, આવી આપો સુખ મારે આંગણે,
	ભેટીને ભાવે ચૂમું મુખ આવો હમણે...પિયુડા૦ ૧
તારી કાયાનો સાથ મને વાલો લાગે,
રહેજો સદા સંગાથ હૈયું એવું માગે;
	પડી છું, પ્રેમમાં તમારા આવો આંગણે,
	મારી આ શય્યામાં સુનારા આવો હમણે...પિયુડા૦ ૨
મારી ભૂલોને માફ વાલા કરજો તમે,
મારાં બાળીને પાપ મને વરજો તમે;
	તમારી, જ્ઞાનસખીના પ્રાણ આવો આંગણે,
	જાણીને મનડા કેરી તાણ આવો હમણે...પિયુડા૦ ૩
 

મૂળ પદ

નાવલિયા નાથજી વાલીડા, મારા વાલમા

મળતા રાગ

હે મનવા બેઠો રે શાંતિથી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
પિયુડા
Studio
Audio
0
0