તમે કુંવર ભક્તિમાના, આવ્યા આંગણ મારે છાના ૧/૧

તમે કુંવર ભક્તિમાના, આવ્યા આંગણ મારે છાના,
 	તમને જાહેર કરું કે છાની પ્રીત કરું;
તુંમાં હૈયું તો ખેંચાતું, મુંથી નો’તું કાંઈ કહેવાતું,
 	(તમને) હવે વાતો કરું કે હું ફજેતો કરું...ટેક.
જોઈ રૂડુ તારું રૂપ હું તો થઈ તદ્‌રૂપ,
મને લાલ લોભાઓ શું કરવા ?,
	મને જાણ તારી ઇચ્છા જાણ મારી,
	આવો હાથ લંબાઓ મારું હૈયું ઠરવા;
		હવે હૈયે હૈયું જોડો, મારી શરમ શ્રીજી તોડો,
		(તમને) હવે હૈયે રાખું કે સહુને કહ્યા કરું...તમે૦ ૧
સદા સોંપતી’તી હાથ મનોમન મારા નાથ,
આજ આવ્યા અલૌકિક સુખ દેવા,
	મારાં ભાગ્ય ભારી થઈ તારી નારી,
	હવે જગથી મારે શું છે લેવા દેવા ?;
		મારી શય્યામાં છો આવ્યા, મારા હૈયામાં સમાયા,
		(તમને) હવે હેત કરું કે હૈયું દુ:ખી કરું...તમે૦ ૨
તું તો સર્વોપરી હરિ હું તો તુંમાં ગઈ ઠરી,
મને ભાન નથી કાંઈ જગનું,
	દિલ દયા ધારી હરી પીડા મારી,
	જાણી જ્ઞાનસખીના અંતર મનનું;
		ક્યાંથી મળો હરિ આવા, મારા મનના માન્યા માવા,
		(તમને) હવે રજા દઉં કે સદા મજા કરું...તમે૦ ૩
 

મૂળ પદ

તમે કુંવર ભક્તિમાના, આવ્યા આંગણ મારે છાના

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
ફિલ્મી ઢાળ
પિયુડા
Studio
Audio
0
0